गुजरात

અમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ, મૃતકોના પરિવારને બે લાખની સહાય

અમદાવાદ : શહેરમાં ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા 8 દર્દીઓના દુખદ મોત નીપજ્યાં છે. નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં ચોથેમાળે આવેલા આઇસીયુમાં (ICU) આગ લાગતા દર્દીઓ બળીને ભડથુ થઇ ગયા છે. આ ગોઝારી ઘટનામાં રાજ્યનાં મુખ્યમંત્રીએ  3 દિવસમાં તપાસ કરીને તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો છે. આ સાથે પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પીએમ ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.

સીએમએ 3 દિવસમાં રિપોર્ટના આદેશ કર્યા

આ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.

પીએમ મોદીએ સીએમ અને મેયર સાથે કરી વાત

અમદાવાદમાં બનેલી આ કરૂણ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત પણ કરી છે. પીએમઓ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટમાં જાહેરાત કરવામાં આવી છે કે, હૉસ્પિટલમાં દૂર્ધટનાના મૃતકોને બે લાખ તથા ઇજાગ્રસ્તને 50 હજાર રુપિયાની સહાય કરવામાં આવશે.

Related Articles

Back to top button