UNCATEGORIZED
સુરત: પોતાના પુત્ર સહિત ચાર પરિવારનાં સભ્યો કોરોનામાં ગુમાવતા મહિલાએ પણ તાણમાં આવી ટૂંકાવ્યું જીવન

સુરત: કોરોનાકાળમાં વેપાર ઉધોગ બરાબર નહિ ચાલતા અનેક લોકો આપઘાત કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને ભલભલાનાં રુંવાટા ઉભા થઇ જશે. કોરોનામાં પરિવારના એક બે નહિ પણ ચાર જેટલા સ્વજન ગુમાવનાર અને બીમારીથી પીડાતી મહિલાએ એપાર્ટમેન્ટનાં 9 માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પોતાના સ્વજન ગુમાવાના આઘાતમાં સુરતના ભટાર ખાતે આવેલા વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય ચંદ્રકાંતાબેન દિનેશભાઇ મિઠાનીએ સોમવારે સવારે 9માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી.જોકે, આ વુધ્ધ મહિલાએ કોરોનાકાળમાં એક બે નહિ પણ ચાર સ્વજન ગુમાવ્યાં છે. ચન્દ્રકાન્તાબેનના લાડકવાયા એકના એક પુત્ર અરૂણ, બહેન, તેમના ભત્રીજાની પુત્રવધુ તથા દિયરનું મોત થયુ હતુ. જેથી તેઓ સતત તણાવમાં રહેતા હતા. જેના પગલે તેમણે આ અંતીમ પગલું ભર્યું હતું.