જેતપુર પોલીસ ફરીવાર આવી ચર્ચામાં: પાલિકા પ્રમુખના દિયરને પી.એસ.આઈએ માર માર્યાનો આક્ષેપ.ચાર દિવસ અગાઉ જ પી.આઇ.એ જુગારમાં પકડાયેલા વયોવૃદ્ધને ફટકાર્યો હતો.
Anil Makwana
જેતપુર
રિપોર્ટર – રાહુલ વેગડા
1. PSI વસાવાએ માર માર્યાનો આક્ષેપ.
2. મિન્ટનું સરઘસ ના કાઢવાના પૈસા માંગયાનો આક્ષેપ
3. પોલીએ અટક કરી એટલે કરે છે પબ્લિસિટી સ્ટંટ : psi વસાવા.
જેતપુરનો સંજીવની હોસ્પિટલ કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં ધમાલ,ડોક્ટરીની હડતાળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ જ કેસના આરોપી મનિષ સખરેલીયા ઉર્ફે મીંટો કોરોના નેગેટિવ આવતા ગઈ કાલે પોલીસે તેની અટકાયત કરી હતી.અને મોડી સાંજે એકા એક મિન્ટાને પોલીસ સ્ટેશનમાં PSI વસાવાએ માર મર્યાના સમાચાર આવ્યા હતા. અને ધ્યાલ આરોપી મનિષને લેવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. પ્રાથમિક સારવાર માટે મનિષને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ રવાના કરવામાં આવ્યો હતો. આ તકે જેતપુર શહેરના તમામ રાજકીય આગેવાનો,નગર પાલિકાના મોટા ભાગના સભ્યો જેતપુર સિવિલ હોસ્પિટલે એકઠા થયા હતાં.સંજીવની હોસ્પિટલ પ્રકરણમાં તબક્કે નવા નવા વળાંકો આવ્યા કરતા હતા. ડોકટરોની હડતાળ,મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થી,નગરપાલિકાની હોસ્પિટલોને નોટિસ અને આજે ફરી આરોપી મનિષને પોલીસે માર માર્યાનો આક્ષેપથી આ મામલો વધુ ગરમાયો હતો. Psi વસાવાને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સંજીવની હોસ્પિટલમાં ધમાલ મચાવવાના પ્રકરણમાં પોલીસે અટકાયત કરી છે માટે ખોટા પબ્લિસિટી સ્ટંટ કરી રહ્યા છે.માર મારવાની કોઈ ઘટના જ બની નથી.હાલ આ બાબત તપાસનો વિષય હોય જેથી સત્તાવાર કોઈ નિવેદન આપી શકાય નહીં. આગઉ ચાર દિવસ પહેલા જ જેતપુર સી.ટી PIએ જુગારમાં પકડાયેલા ગોંડલના વયોવૃદ્ધને ઢોર માર માર્યો હતો.અને આજે ફરીવાર જેતપુર પોલીસના માર મારવાના આક્ષેપો સામે આવ્યા છે.મનિષ ઉર્ફે મિન્ટો મજબૂત રાજકીય પીઠબળ ધરાવે છે તો આ સમગ્ર પ્રકરણમાં આગળના શું દ્રશ્યો હશે તે ઉપર લોકો મીટ માંડીને બેઠા છે.