અમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે!
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશન માં એક પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિ ના આ બીજા લગ્ન હોવાની જાણ તેને લગ્ન બાદ સાસરે ગયા બાદ થઈ હતી. એટલું જ નહીં તેનો પતિ તેની પહેલી પત્નીને હજુય ભરણપોષણના નાણાં આપે છે. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીના વર્ષ 2018માં લગ્ન થયા હતા. તેના લગ્ન બાપુનગરમાં રહેતા એક યુવક સાથે થયા હતા. બાદમાં તે પતિ સાથે બાપુનગર ખાતે રહેવા ગઈ હતી. યુવતીનો પતિ પાવર ટુલ્સનો વેપાર કરે છે. યુવતીના સાસુ-સસરા ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. લગ્ન બાદ યુવતીને તેનો પતિ વર્ષ 2018માં યુપી લઈ ગયો હતો. જ્યાં તેને જાણવા મળ્યું કે તેના પતિના આ બીજા લગ્ન છે. તેના અગાઉ પણ એક લગ્ન થયા હતા અને તે લગ્ન સંબંધથી તેને એક પુત્રી પણ હતી.
ચારેક વર્ષ પહેલા કોઈ અણબનાવ બનતા પતિ સામે ભરણપોષણનો કેસ થયો હતો અને તે હજુય તેની પહેલી પત્નીને ભરણપોષણના નાણાં આપતો હોવાનું યુવતીને સાસરેથ ગયા બાદ જાણ થઈ હતી. આ બાબતે યુવતીએ તેના પતિને કહેતા તેણે તારે શું મતલબ કહીને ઝધડો કર્યો હતો. યુવતીનો પતિ તેણીને અવારનવાર આ વાતને લઈને માર પણ મારતો હતો.