અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલની સદી: જાણો ગુજરાતના અન્ય શહેરમાં એક લીટર પેટ્રોલની કિંમત

અમદાવાદ: નવરાત્રી (Navratri 2021)ની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ નોરતું છે. પ્રથમ નોરતે માતાની આરાધના કરીને ઘરેથી નીકળેલા લોકોને આજે સવારે જ ઓઇલ કંપનીઓ (Oil companies)એ મોટો ઝટકો આપ્યો છે. આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો (Petrol-Diesel price hike) કરાયો છે. જે બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલ ડીઝલે (Petrol price in Ahmedabad) સદી ફટકારી દીધી છે. અમદાવાદમાં આજે પેટ્રોલે સદી પૂરી કરતા ભાવ પ્રતિ લીટર 100.04 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલની કિંમત 98.92 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 38 પૈસાનો વધારો કરાયો છે. ગાંધીનગરમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.
ગુજરાતના વિવિધ શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત:
અમદાવાદ: પેટ્રોલ-100.04 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
વડોદરા: પેટ્રોલ 99.70 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.40 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગર: પેટ્રોલ 100.32 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.19 રૂપિયા પ્રતિ લીટર
જામનગર: પેટ્રોલ 99.97 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.84 રૂપિયા પ્રતિ લીટર
ગોધરા: પેટ્રોલ 99.81 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.60 રૂપિયા પ્રતિ લીટર
સુરેન્દ્રનગર: પેટ્રોલ 100.30 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.47 રૂપિયા પ્રતિ લીટર
અમરેલી: પેટ્રોલ 100.82 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.78 રૂપિયા પ્રતિ લીટર
નર્મદા: પેટ્રોલ 98.90 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 97.47 રૂપિયા પ્રતિ લીટર
પાટણ: પેટ્રોલ 100.07 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.96 રૂપિયા પ્રતિ લીટર
રાજકોટ: પેટ્રોલ 99.79 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.68 રૂપિયા પ્રતિ લીટર
બોટાદ: 101.30 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.15 રૂપિયા પ્રતિ લીટર
જૂનાગઢ: પેટ્રોલ 100.78 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.67 રૂપિયા પ્રતિ લીટર
દ્વારકા: પેટ્રોલ 99.79 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.66 રૂપિયા પ્રતિ લીટર
નવસારી: પેટ્રોલ 100.17 રૂપિયા પ્રતિ લીટર
ગીર સોમનાથ:
વેરાવળ- પેટ્રોલ 101.73 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.61 રૂપિયા પ્રતિ લીટર
કોડીનાર- પેટ્રોલ 102.08 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.96 રૂપિયા પ્રતિ લીટર
ઉના- પેટ્રોલ 101.92 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.79 રૂપિયા પ્રતિ લીટર
ગુજરાતમાં પેટ્રોલની કિંમતનો ઇતિહાસ:
તારીખ | ભાવ | ફેરફાર |
1-Oct-21 | ₹ 98.70 | ₹ 0.56 |
1-Sep-21 | ₹ 98.14 | ₹ -0.4 |
1-Aug-21 | ₹ 98.54 | ₹ 2.92 |
1-Jul-21 | ₹ 95.62 | ₹ 4.17 |
1-Jun-21 | ₹ 91.45 | ₹ 3.92 |
1-May-21 | ₹ 87.53 | ₹ -0.15 |
1-Apr-21 | ₹ 87.68 | ₹ -0.59 |
1-Mar-21 | ₹ 88.27 | ₹ 4.67 |
1-Feb-21 | ₹ 83.60 | ₹ 2.52 |
1-Jan-21 | ₹ 81.08 | ₹ 1.32 |
1-Dec-20 | ₹ 79.76 | ₹ 1.3 |
1-Nov-20 | ₹ 78.46 | ₹ 0 |
CNG/PNGના ભાવમાં વધારો:
અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) તરફથી ફેરી એકવાર કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેશનલ ગેસ (PNG)ના ભાવની કિંમતમાં વધારો કરાયો છે. નવા ભાવ છઠ્ઠી ઓક્ટોબરથી અમલી બની ગયા છે. ગંપનીએ ગત અઠવાડિયે પણ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારે ભાવ વધારો કર્યાં બાદ અદાણી એ ગત અઠવાડિયે ભાવમાં વધારો કર્યો હતો.
અદાણી તરફથી CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કરાયો છે. હાલ અમદાવાદમાં સીએનજીનો ભાવ 59.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. વડોદરામાં પણ સીએનજીના ભાવમાં ફેરફાર કરાયો છે. વડોદરામાં સીએનજીનો નવો ભાવ 58.79 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. એટલું જ નહીં, સુરેન્દ્રનગર, પોરબંદર, નવસારી, ખેડા અને બરવાળા ખાતે પણ અદાણીએ ભાવમાં ફેરફાર કર્યો છે.