વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા પંથકના ઉનાઈ અને ખંભાલિયા ગામે મંગળવારે કોરોનાની ધમાંકેદાર એન્ટ્રી એક સાથે 3 કેશ નોંધતાં ગ્રામજનોમાં દહેશત વ્યાપી જવા પામી છે. ઉનાઈમાં એક અને ખંભાલિયા ગામમાં 2 પોઝિટિવ સાથે કોરોનાનો વધુ પગપસેરો થતા મંગળવારે 3.પોઝીટીવ કેસો નોંધાયા.છેઃ પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકા સેવા સદન ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતો 27, વર્ષીય યુવકનો કોરોના ઝપેટમાં વાંસદા તાલુકામા કુલ 4 પોઝિટિવ કેશો નોંધતા વહીવટીતંત્રમા દોડધામ મચી જવા પામી છેઃ સાથે ઉનાઈ ખંભાલિયા વિસ્તારમાં દહેશત સર્જાઈ છે. હાલમાં વાંસદા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણ દિવસે દિવસે વધવા પામ્યું છે એમાં વાંસદાના ખંભાલિયા વિસ્તારોમાં અગાઉ 3 કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. જેમાં મંગળવારે ખંભાલિયા માં બીજા 2 નવા કેશો ઉમેરાતા અને ઉનાઈગામનો 1, કેશ આવતા કુલ સંખ્યા 6 થઈ જવા પામી છે. કોરોના નો વ્યાપ વધતા આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી જવા પામી છે