गुजरात

જંબુસર તાલુકાનાં ઉમરા નજીક ચંન્દ્રાઇની ટાંકી પાસે રોડ ના કામના ટેન્કરો ઉભા રાખવાથી બાઇક ચાલક ને અકસ્માત નડયો

Anil

જંબુસર

રીપોર્ટર – ફારુક સૈયદ

જંબુસર તાલુકાનાં ઉમરા નજીક ચંન્દ્રાઇની ટાંકી થી થોડેક આગળ આવતા રોડ ઉપર નાડાનુ કામ ચાલે છે. કયાં કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર પાણીનુ ટેન્કર ઉભુ રાખી રસ્તામા ડાયવર્ઝન કે ખતરા અંગેની કોઇ નિશાની લગાવેલી ના હોય જે કોન્ટ્રાકટરના બેદરકારી ના કારણે કાવીના ઉસ્માન શેખ નુ બાઇક ટેન્કરની પાછળ અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા થયેલ છે. ઉસ્માન ઇબ્રાહીમ શેખ જંબુસર કામ અર્થે જતા હતાં તે વખતે આશરે સાડા પાંચેક વાગ્યા ના આરસમા મળસ્કે જંબુસર જતા હતાં. ઉમરા નજીક ચંન્દ્રાઇની ટાંકી ની આગળ આવેલ નાડાનુ કામ કાજ ચાલતુ હોય ત્યાં આગળ કોન્ટ્રાકટરે રેતી તથા કપચીના ઢગલા તેમજ પાણીનું ટેન્કર અડધા રોડ ઉપર અવરોધ ઉભો કરી રોકેલ હોય અને રસ્તા મા ડાયવર્ઝન કે ખતરા અંગેની કોઈ નિશાની લગાવેલ ના હોય તેમજ ચારેય બાજુ રેતી વેડફાયેલ હોય છે જેના કારણે કોઇ પણ રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને અકસ્માત નો ભય લાગી રહયો છે જેથી કોન્ટ્રાકટર ની બેદરકારી ના કારણે અકસ્માત નો ભોગ બન્યો હતો. જેમા ઉસ્માન શેખને માથાના ભાગે ઈજા થતા જંબુસર રેફરલ હોસ્પીટલ ને કયાંથી વડોદરા એસ.એસ.જી હોસ્પીટલ સારવાર અર્થે લઈ ગયા બાદ વડોદરા વિન્સ  હોસ્પીટલ લઇ જઇ સારવાર માટે દાખલ કરેલ છે.આ રોડ ઉપર અવરનવર મોટા પ્રમાણ માં અકસ્માત ની વધતા જાય છે. અકસ્માત નો બનાવ બન્યા પછી કોન્ટ્રાકટરે પોતાના ટેન્કરના પાછળના ભાગે રેડીયમ પટ્ટી નો બોર્ડ લગાવેલ છે જે પેહલેથી ડાયવર્ઝન કે ખતરા અંગે લગાવેલ હોત તો અકસ્માત નો ભોગ બનતા રહી જતા પરંતુ અહીયા આ અકસ્માત કોન્ટ્રાકટર ની નિષ્ઠ કાળજી ના કારણે થયો છે જેથી કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
શું આવા કોન્ટ્રાકટર સામે કાયદેસર પગલાં ભરવા જોઇએ જેથી કરી ને જયાં પણ કામ ચાલે કયાં ડાયવર્ઝન કે ખતરા અંગે બોર્ડ લગાવે .આ રોડ ઉપર રોજ બરોજ સરકારી કર્મચારીઓ અવર જવર કરતા હોય છે છતાં કોઈની આના ઉપર નજર નહી પડતી હોય ને આ કામ કોની રહમ-નજર હેઠળ ચાલે છે. કોન્ટ્રાકટર કોનુ મંજુર થયેલ છે. ઓરીજીનલ કોન્ટ્રાકટર નો નથી કરાતો કોન્ટ્રેક કોન્ટ્રાકટર કોન છે કામ કોણ કરે છે. આ રોડ ઉપર પી.આઇ કંપની ના પણ વાહનો ની અવર જવર થતી હોય છે.  જંબુસર પોલીસ સ્ટેશન માં ફરીયાદી આપી છે. છતાં હજુ ત્યાં ને ત્યાં જ સામગ્રી પડેલ છે આ રોડ ઉપર હજુ મોટા અકસ્માત ની રાહ જોવાઇ રહી છે. અત્યાર સુધી એફ.એસ.એલ દ્વારા કોઇ ઇન્ક્વાયરી કરવામાં આવી નથી ને વાહનો પણ ત્યાં જ પડેલ છે આ બનાવ ને આજે કેટલા દિવસો થઇ ગયા છતાં તંત્ર ની આંખ કેમ ખુલતી એમ લાગતું નથી. શું આવા કોન્ટ્રાકટર ની સામે કાયદેસર કાર્યવાહી થશે ખરી..?

Related Articles

Back to top button