गुजरात

અમદાવાદ : ગળું દબાવી પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો, જાણો કેમ કરી પત્નીની હત્યા

અમદાવાદ : 25 ડિસેમ્બરની સાંજે ચંડોળા તળાવ પાસે શાહઆલમ વિસ્તારમાં બંગાળી વાસમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પતિએ તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી પતિ ફરાર થઇ ગયો હતો. જે ઘટનામા ઇસનપુર પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતા ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતક હલીમાં બીબી ઉર્ફે મેરીના બીબી સાથે આરોપી કમરુલ રજાક શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જોકે આ પહેલા આરોપીના બે લગ્ન થઈ ચૂક્યા છે. જેમાં પતિ બંગાળમાં રહેતો અને ક્યારેક ક્યારે શાહઆલમ બંગાળી વાસમાં અવર જવર કરતો હતો. હત્યાના બે થી ત્રણ દિવસ પહેલા કમરુલ શાહઆલમ આવ્યો હતો. જ્યાં બને વચ્ચે કલકત્તાની સંપત્તિને લઈ ઝઘડો થતા કમરુલએ તેની પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી.

મૃતકના નામે કલકત્તામાં એક મકાન હતું. આરોપી તેની પત્નીના નામે કલકત્તામાં રહેલ મકાન પોતાના નામે કરી આપવા માટે દબાણ કરતો હોવાથી બંને વચ્ચે ઘર કંકાસ થતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી હત્યા કર્યા બાદ તેની પત્નીની ચાંદીની ચેઇન અને મોબાઇલ ફોન લઈને ઘરને તાળું મારી ફરાર થઈ ગયો હતો.

હત્યા અંગેની જાણ આસપાસના લોકોને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ફરાર પતિની શોધખોળ સાથે તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button