गुजरात
વડોદરાની હૃદયદ્રાવક ઘટના! 63 વર્ષની ઉંમરે સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, ઘરે પહોંચતા જ દુલ્હનનું થયું મોત

વડોદરાઃ લોકો પાસેથી સાંભળ્યું હશે કે લગ્ન વિવાહ બધું કિસ્મતનો ખેલ છે. ભગવાને સંબંધોની આ ડોર પહેલાથી જ બાંધીને રાખી છે. આવો જ એ કિસ્સો વડોદરામાં સામે આવ્યો હતો. જોકે, અહીં દુલ્હાના કિસ્મત અંગે દરેક કોઈ ચર્ચા કરી રહ્યું છે. પોતાના સમાજની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આશરે ચાર દાયકા વિતાવી દીધા હતા. હવે 63 વર્ષની ઉંમરે તેણે 40 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નની આ ખુશી વધારે સમય ટકી નહીં. કારણ કે સાસરીમાં પગલાં માંડતા જ દુલ્હનનું મોત (The bride death) થયું હતું.
વડોદરા જિલ્લાના પીપલછટ ગામમાં રહેનારા 63 વર્ષીય કલ્યાણભાઈ રબારી અને 40 વર્ષીય લીલાબેનના સોમવારે ધામધૂમથી લગ્ન થયા હતા. આ લગ્ન અને પોતાના જીવનસાથીને લઈને બંને ખુશ હતા. વૃદ્ધ સૌથી વધારે ખુશ હતા કે તેમને મોડા તો મોડા પરંતુ કન્યા મળી હતી.