गुजरात

ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા

ગાંધીનગર

રિપોર્ટર – પારસ રાઠોડ

ખેડૂત આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતોના પક્ષ અને સરકાર વિરોધી ઊભો થઈ રહ્યો છે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોને ખુલ્લુ સમર્થન આપ્યા બાદ તેઓને ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ દિલ્હી કૂચનું કરવાનું એલાન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાને નજરકેદ કરવામાં આવ્યા છે અને તેમના નિવાસસ્થાને વસંત વગડો ગાંધીનગર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને dysp સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તેઓએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકાર અહકારી બની ગઈ છે.

Related Articles

Back to top button