खास रिपोर्टगुजरात

કંબોસણીના કવિ પ્રહલા રાઠોડનુ વિશ્વકવિ સંમેલન ગાંધીનગર ખાતે સન્માન કરાયું

Anil Makwana

ગાંધીનગર

રિપોર્ટર – નટવરભાઈ પરમાર

કવિ રાઠોડ પ્રહલાદભાઇ કાળાભાઇ “.પ્રફુલ “કંબોસણી.(મુસાર ) વડાલી. સા. કાં. ના વતની છે. સાતમા ધોરણ મા ભણતા ત્યારથી જ કુદરતના પ્રકૃતિ દ્રષ્યો નિહારી કવિતાઓ લખવાનો ભારે શોખ. ફૂલછાબ, લીડર, આપણું સાબરકાંઠા, સાબરસંદેશ, નારી, ચાંદાપોરી, બાલસુષ્ટિ, સહિયર, મધુરિમા, રખેવાળ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત, બૌદ્ધિકભારત, જેવા અખબારોમા કાવ્ય રચનાઓ પ્રગટ થતી આવી.1991.મા વિજયનગર. રાજપુર યુવક મહોત્સવ મા..””તરૂવર “””પ્રકૃતિ કાવ્યને પ્રથમ સ્થાન મળ્યું. પ્રફુલ ઝરણું”.પુસ્તક પ્રકાશિત કરી “બાળગીત “શાળા ઓમા બાળકો સુધી પહોંચાડી.

બાળકોને અભિનય સાથે બાળગીત પીરસી શિક્ષણને તરંગ ઉલ્લાસમય બનાવ્યું. પોતાનો સાહિત્ય ખેડાણનો રસ જાળવી રાખ્યો. નાની ઉંમરમાં જ મા -બાપની છત્ર છાયા ગુમાવી. પરંતુ પરમ પિતા પરમેશ્વરની કૃપાથી મા -બાપની ખોટ ના વર્તાય. એવા પૂજ્ય મોટા બંધુઓ ના પ્રેમ સભર સહકારથી ભણી જીવનમાં આગળ વધી શિક્ષક બન્યા, 1993 થી જામનગર કલ્યાણપૂર નગડીયા વાડી શાળા નં. 2 થી શિક્ષણ જીવનની સફર શરૂ થઈ. આજે બનાસકાંઠા. દાંતા ની ભચડીયા શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા. બજાવતા.ડિસેમ્બર. 2019 “મા !”કવિતા ને પ્રથમ સ્થાને સન્માન મળ્યું….ત્યારબાદ…. 5/7/2020.ના ઓન લાઈન વિશ્વ કવિ સંમેલન મા ગુરુપૂર્ણિમા અંતર્ગત “”ગુરુના ચરણે””અદ્ભૂત કવિતાની રજુઆત કરી..”વિશ્વ”ના સાહિત્ય પિપાસુઓ સમક્ષ ગુરુ મહિમાના આનંદનું ઝરણું વહેતું કરી. કવિ. પ્રહલાદ. કે.રાઠોડ” પ્રફુલ”કંબોસણી. ને મહાત્માગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંઘીનગર” મહાત્મા દંડી બાપુ “અને આદરણીય સચિવ શ્રી “રમેશ ભાઇ મૂલવાણી “.અને અધ્યક્ષ શ્રી ગુલાબચંદ પટેલ ના વરદ હસ્તે સન્માન પત્ર આપી. કવિ તરીકે નવાજવામાં આવ્યા છે. શ્રી પી. કે. રાઠોડ.”મુસાર”કંબોસણી.ગામનું સમગ્ર “વિશ્વપંથ”માં નામ રોશન કર્યુ છે. તે બદલ.. વાલ્મિકી- દલિત-અને શિક્ષક સમાજ સૌ ગૌરવ અનુભવી ખુબ…ખુબ..અભિનંદન પાઠવીએ.છીએ..

Related Articles

Back to top button