गुजरात

ઓલ ઇન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ દ્વારા કચ્છ જિલ્લા કલેકટર મારફતે માનનીય રાષ્ટ્રપતિ સાહેબ નવી દિલ્હી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

વિશ્વારત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના રાજ ગૃહ ખાતેના નિવાસસ્થાને ૭ જુલાઈ, ૨૦૨૦ ના રોજ અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી

ભુજ

રિપોર્ટર – વિજય કાગી

આંબેડકર ચળવળની અસ્મિતા ની ઓળખને તોડફોડ કરવાળા મનુવાદીના સૂત્ર સંચાલક ને તાત્કાલિક ધરપકડ. કરવામાં આવે ડૉ.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર એડવોકેટ શ્રી બાળાસાહેબ તથા પ્રકાશ આંબેડકર અને અન્ય આંબેડકર પરિવારને સંરક્ષણ આપવામાં આવે . મહોદય – વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના તેમના મુંબઇ ના નિવાસસ્થાન રાજગૃહ પર બે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. તેણે ઘરની આજુબાજુમાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. ઘરના કાચ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. આનાથી ઘરનાં મૂલ્યવાન કિંમતી વસ્તુઓ અને ઝાડ ના કુંડા નુ ઘણું નુકસાન થયું છે. રાજગૃહ એ ડૉ.બાબાસાહેબ આંબેડકરનું નિવાસસ્થાન છે. આ ઘર બાબાસાહેબ આંબેડકર દ્વારા પુસ્તકો માટે બનાવવામાં આવ્યું હતું. આંબેડકરના અનુયાયીઓ વિશ્વભરમાંથી અહીં રોજ આવે છે. માટે આ એક અગત્યનું સ્થાન છે રાજગુહ માં તોડફોડને દેશના આંબેડકરી ચળવળી પર પ્રેમ કરવાવાળી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સરદર ઘટના એ આંબેડકરી ચળવળીના અને સર્વ બહુજન સમાજ ની ભાવના દુખવનારી છે અશોભનીય છે તેમજ રાજગુહ પર થયેલ તોડફોડ જ નહીં એ સમગ્ર આંબેડકરી ચળવળની તોડફોડ છે આ નિંદનીય ઘટનાની ઓલ ઈન્ડિયા SC.ST.OBC. માઈનોરીટીસ મહાસંઘ દ્વારા તીવ્ર શબ્દોમાં જાહેર નિષેધ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડવામાં આવે છે તેમજ આંબેડકરી ચળવળીના અસ્મિતાની તોડફોડ કરનાર મનુવાદી વિચારધારાના ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરી કડક મા કડક સજા કરવામાં આવે. તેમજ આપત્તિ વ્યવસ્થા કાયદો ૨૦૦૫ ( કાયદા ક્રમાંક ૫૩ / ૨૦૦૫ ) Sheduled caste and scheduled Tribes (prevention of Atrocities) Act,1989 અંતર્ગત કારવાહી કરવામાં આવે તેમજ ઇતર ક્રિમિલિયર કાર્યપ્રણાલી અંતર્ગત કારવાહી કરવામાં આવે તવુ આવેદનપત્રમ આપવામાં આવ્યું ઉપસ્થિત કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ભાઈ ઉર્ફે હમીરભાઇ શામળીયા અને એચ.એસ આહીર સામાજિક કાર્યકર ભારમલ ભાઈ શામળીયા હયાત મામદ માણકા સુનિલ ડુંગરિયા નરસિંહ પરમાર ખાનજી ભાઈ ફફલ તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Back to top button