હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે થઇ FIR, 6 આરોપીઓની ધરપકડ, 4ની શોધખોળ ચાલુ
ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો સનસનીખેજ આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે. હેડક્લાર્કનું પેપર લીક થયાનો અંતે સરકારે સ્વિકાર કર્યો છે. જેના સંદર્ભે ગુરૂવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ તમામ તપાસ અધિકારીઓ સાથે મેરેથોન મીટીંગ કરી ઝડપથી આરોપીઓને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. ગરમાતા જતા આ રાજકારણ અંગે પોલીસે અત્યાર સુધી કરેલી કામગીર અને FIR અંગે આજે ગૃહરાજ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ગુરૂવારે મોડી રાતે પ્રાંતિજમાં 10 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.
યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને મળીને આપ્યા પુરાવા
ગુરુવારે બપોર બાદ યુવરાજસિંહ જાડેજા ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા સોંપવા માટે ગયા હતા. જ્યાં તે ચેરમેન અસિત વોરાને મળ્યા હતા. તેમની સાથે વાતચીત કરીને મહત્ત્વના પુરાવા સોંપ્યા હતા. જો પુરાવા આ કેસ માટે અગત્યના જણાય તો આ પરીક્ષા રદ પણ થઇ શકે છે.
ગઇકાલે બેઠકોનો ધમધમાટ હતો
હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો હવે ગરમાતો જાય છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મિટિંગોની મેરેથોન શરૂ કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જે બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે શુક્રવારે સવારે 10.00 વાગ્યે પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર કેસની તપાસ અને નિર્ણય અંગે જાણકારી આપશે. જેમાં મોટા ખુલાસા અને નિર્ણયો જાહેર થઇ શકે છે. જોકે, ચર્ચા એવી પણ છે કે, તંત્રને આ કેસનો મુખ્ય સુત્રધાર મળી ગયો છે.
વાયરલ ફાર્મહાઉસ ખોટું હોવાના દાવા
પેપર લિક કેસમાં સાબરકાંઠાનું કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 10-12 લોકોની અટકાયત પણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ જે રીતે સોશિયલ મીડિયામાં (social media) ઉપર ફાર્મ હાઉસના ફોટો વાયરલ થઈ રહ્યા છે એ ફાર્મ હાઉસ ખોટું હોવાના દાવા સાથે ફાર્મહાઉસના માલિક પણ સામે આવ્યા છે.
186 જગ્યાની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી