गुजरात

અમૂલ ડેરીના 16 ડિરેક્ટરોનું ભાવિ થશે નક્કી, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી શરૂ

આણંદ : આજે 52000 કરોડનું સહકારી માળખું ધરાવતી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની, અમૂલ ડેરીના 16 ડિરેકટરની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. 1039 મતદારો તમામનું ભાવિ નકકી કરશે. આજે સવારે 9થી 3 વાગ્યા સુધી મતદાન થવાનુ છે. જેમા 12 બ્લોકના મતદારો મતદાન કરશે. હાલમાં ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેકટર તરીકે બિનહરિફ થયા છે એટલે 14 બેઠક માટે ચૂંટણી, જેમાં આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર, મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક સહિતના નેતાઓ મેદાનમાં છે. આ માટે આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, વીરપુર, બાલાસિનોર, ઠાસરા, નડિઆદ, કપડવંજ, કઠલાલ, માતર, મહેમદાવાદના મતદારો મતદાન કરવાના છે. આજે કોરનાની ગાઇડલાઇન પ્રમાણે ચૂંટણીની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

12 બેઠકો પૈકી એક બેઠક બીનહરિફ થતાં આજે શનિવારે 11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આણંદ બેઠક પર સૌથી વધુ પાંચ ઉમેદવારો બેઠકમાં છે. જેમાં કોગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપમાંથી ગોવિંદ પરમાર મેદાને છે. આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયનના નટરવરસિંહ ચૌહાણ પણ ચુંટણી લડી રહ્યાં છે. જેમાં ગોપાલ પુરામાંથી શિવાભાઈ પરમાર મેદાનમાં છે. પરંતુ કોગ્રેસમાંથી ખાંધલીના સરપંચ ભરત સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે.

Related Articles

Back to top button