સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાથી અમદાવાદ રૂટની એસટી બસના મહિલા કંડક્ટરને અન્ય મહિલા મુસાફર દ્વારા ઝપાઝપી કરી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. મહિલા કંડક્ટરને ઝપાઝપી દરમિયાન ઇજા થતાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે આ મામલે મોડી રાત સુધી કોઈ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હતી.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસો દોડી રહી છે. ત્યારે મહિલા કંડકટર અને મહિલા મુસાફરનો ઝપાઝપીનો વીડિયો ફરતો થતા ચકચાર ફેલાઇ હતી. પ્રાથમિક માહિતી મુજબ લીંબડી ડેપોની ચૂડા-અમદાવાદ રૂટની બસ લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે પહોંચી હતી.
જેના પગલે મહિલા કંડકટર નીલમબેન પટેલ અને મહિલા મુસાફરને ઇજાઓ થતા સારવાર લેવા જવુ પડયુ હતુ. જ્યારે આ બસને પાછી લીંબડી ડેપોમાં લાવવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ.
વીડિયોમાં જોઈ સહાય છે કે એક મહિલા મુસાફર બસની મહિલા કંડક્ટરના વાળ ખેંચીને અપશબ્દો બોલે છે. અને અભદ્રભાષામાં મહિલા કંન્ટક્ટર સાથે વર્તન કરે છે. એટલું જ નહીં મહિલા મુસાફર એટલી ગુસ્સામાં હતી કે તેમને બસમાં રહેલા અન્ય મુસાફરો અટકાવતા હતા. જોકે, તે કોઈનું સાંભળવા માટે તૈયાર ન્હોતી. છેવડે બસને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવાનો વારો આવ્યો હતો.