गुजरात

લુંટના ગુનામાં ગયેલ સોયાબીન તેલનો પુરેપુરા જથ્થા સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભચાઉ પોલીસ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ , ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૨૮૭ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૯૨ , ૧૧૪ વિગેરે ના ગુનામાં ફરીયાદીની નં . જી.જે .૧૨ – એ.જેડ -૨૭૯૮ વાળા ટેન્કરમાં તા .૧૦ / ૦૮ / ૨૧ ના રોજ સાંજના કલાક ૧૮/૦૦ વાગે ઈમામી એગ્રો કંડલાથી સોયાબીન રીફાઈન તેલ ૩૩.૮૮૦ ટન જેની કિ.રૂ. ૪૯,૪૪,૪૮૦ / રૂપિયાનું તેલ ભરીને હિન્દુસ્તાન ઓઈલ ટ્રેડર્સ અમૃતસર પંજાબ ખાતે જવા રવાના થયેલ હતા તેઓનું ઈ – વે બીલ ગણેશ પેટ્રોલપંપ , મુરલીધર ઓફિસ નાની ચીરઈ , તા.ભચાઉ ખાતેથી લેવાનું હોવાથી ત્યાં હાઈવે ઉપર ઉભા રહેતાં ત્રણ અજાણ્યા બુકાનીધારીઓએ ચાકુની અણીએ ડ્રાઈવરના આંખે તેમજ મોઢે પાટા બાંધી ગાડી લઈ જઈ ફરીયાદીને બાવળની ઝાડીમાં મારી નાખવાનો ડર બતાવી પકડી રાખી તથા એક બુકાનીધારી ગાડી આગળ લઈ જઈ સોયાબિન તેલનો તમામ જથ્થો બીજી ગાડી નં . જી.જે – ૧૨ – બી.ડબ્લ્યુ -૩૧૮૮ વાળીમાં અન્ય આરોપીઓની મદદ લઈ ક્રોસ કરી તમામ સોયાબિન તેલનો જથ્થાની લુંટ કરી ફરીયાદીની ગાડી હાઈવે પર છોડી દઈ ગુનો કરેલ જેમાં લુંટમાં ગયેલ સોયાબીન રીફાઈન તેલ ૩૩.૮૮૦ ટન જેની કિ.રૂ. ૪૯,૪૪,૪૮૦ / – રૂપિયાનું તેલ તથા ગાડી નં . જી.જે – ૧૨ – બી.ડબ્લ્યુ -૩૧૮૮ ની કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ / – મળી કુલ મુદ્દામાલ ૬૯૪૪,૪૮૦ / – સાથે ત્રણ આરોપીઓને રાઉન્ડ અપ કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે . પકડાયેલ આરોપીઓ :
( ૧ ) જયેશ કાનજી આહિર રહે . ભીમાસર તા.અંજાર
( ૨ ) પ્રકાશ શામજી આહિર રહે . મીઠીરોહર તા.ગાંધીધામ
( ૩ ) અમીત નરેન્દ્રભાઈ ભટ્ટ રહે . આદિપુર તા.ગાંધીધામ
પકડવાના બાકી આરોપીઓ
( ૧ ) ગોપાલ રવજી ડાંગર રહે . સંઘડ તા.અંજાર
( ૨ ) સલીમ અભુ નાઈ ( મુસ્લીમ ) રહે . મીઠીરોહર તા.ગાંધીધામ ( ૩ ) બે અજાણ્યા માણસો તથા તપાસમાં વધુ ખુલે તે કબજે કરેલ મુદ્દામાલ :
( ૧ ) સોયાબીન રીફાઈન તેલ ૩૩.૮૮૦ ટન કિ.રૂ. ૪૯,૪૪,૪૮૦ /
( ૨ ) ગાડી નં . જી.જે – ૧૨ – બી.ડબલ્યુ -૩૧૮૮ કિ.રૂ .૨૦,૦૦,૦૦૦ /
કુલ મુદામાલ કિમત રૂપિયા ૬૯૪૪,૪૮૦ /
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી.એલ.ચૌધરી , પો.સ.ઈ. શ્રી એ.કે.મકવાણા , હરેન્દ્રસિંહ જાડેજા , અરવિંદસિંહ જાડેજા , વિશ્વજીતસિંહ ગોહીલ , સરતાણભાઈ પટેલ , અશોકજી ઠાકોર , રૂતુરાજસિંહ ઝાલા , નરેન્દ્રભાઈ ચૌધરી વિગેરે પોલીસ સ્ટાફ નાઓ સાથે રહી કરવામાં આવેલ છે

Related Articles

Back to top button