गुजरात

ગીરસોમનાથનાં 3 શહેરો અને 24 ગામડાં એલર્ટ પર, 12,000થી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

ગીરસોમનાથ : અરબી સમુદ્રમાં વાવાઝોડું tauktae સક્રિય અને વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.18મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ પોર્ટ પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જોકે, પોરબંદર અને મહુવાની વચ્ચે સંભવિત ત્રાટકનાર વાવાઝોડાની સૌથી માઠી અસર ગીરસોમનાથ જિલ્લાને થશે

આ સંભાવનાઓને પગલે ગીરસોમનાથ જિલ્લા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીંયા જિલ્લાના 3 શહેરો અને 24 ગામડાઓ હાઇએલર્ટ પર છે. જ્યારે ગીરસોમનાથના આશરે 12,500 કરતાં વધુ કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે. જોકે, કોરોના કાળમાં આ સ્થળાંતર સહેલું નથી.

ગીરસોમનાથના કાંઠા વિસ્તારોમાં એક બાજુ કાળમુખો કોરોના અને બીજી બાજુ વાવાઝોડું એટલે તંત્રએ પહેલાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યુ છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમાંથી પોઝિટિવ આવશે તેમને આઇસોલેટ કરવાની ફરજ પાડવામાં આવશે.

Related Articles

Back to top button