સુરત : કોરોનામાંથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઇકોસીસની ઝપટમાં, 200 જેટલા કેસ આવ્યા

સુરતમાં માંડ માંડ કોરોનાથી મહદ અંશે રાહત અનુભવી રહેલા લોકોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે સુરત સહિત રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ બીમારીએ માથું ઊંચક્યું છે.મ્યુકરમાઇકોસીસ નામની બીમારી એક પ્રકારનું ફંગલ છે.જે ખૂબ જ ઝડપથી પ્રસરી છે.ખાસ કરીને કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને વધુ જોખમ આ બીમારીથી રહેલું છે. જેથી સમયસર તબીબી સારવાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય છે.
સુરતમાં મળતી માહિતી પ્રમાણે અંદાજીત બસો જેટલા કેસો હાલ સામે આવ્યા છે.જ્યારે કતારગામની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગ બનેલાં ચાલીસથી વધુ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.જ્યારે 60 જેટલા દર્દીઓ વેઇટિંગમાં હોવાનું જાણવા મળે છે.
સુરતમાં હાલ કોરોનામાંથી લોકોને આંશિક રાહત મળી છે.સુરતમાં મૃતયાંક પણ ઘટ્યો છે.જેના પગલે તંત્ર અને લોકોએ પણ રાહત અનુભવી છે.જો કે આ વચ્ચે મ્યુકરમાઇકોસીસ બીમારીએ માથું ઊંચક્યું છે. જે બીમારી કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.શહેરના તબીબો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હમણાં સુધી 200 જેટલા કેસ હાલ આવી ચુક્યા છે. જે કેસોમાં વધારો થવાની સંભાવના છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગહાલ ચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.