गुजरात

અમદાવાદીઓ રાજ્ય બહારથી પરત ફરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો શહેરમા પ્રવેશ નહીં મળે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ શહેરના રહેવાસી કે ગુજરાત રાજ્યની બહાર ગયેલ હોય તેવા રહેવાસીઓ શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ નેગેટવિ હોવો ફરજીયાત કર્યું છે . થોડા દિવસ પહેલા અમદાવાદીઓ આ નિર્ણયથી મુક્તિ અપાઇ હતી . પરંતુ ફરી એકવાર હાઇકોર્ટની લાલ આંખ બાદ તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય દ્વારા કોવિડ -૧૯ કેસોના વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૧ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય હવે નેગેટીવ હોય તેને જ પ્રવેશ મળવા પાત્ર થયે અને અન્ય રાજ્યોમાંથી અમદાવાદ પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્કેનિગ ફરજીયાતપણે કરવાનું રહેશે . તે મુજબને હુકમ ૨૭ /૦૩/૨૦૨૧ રોજ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને એએમસી દ્વારા ૫/૦૪/૨૦૨૧ રોજ શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરવાનો રહેશે નહી તે મુજબ નિર્ણય સરકારના ઉચ્ચ અધિકારીઓના પરાર્મશમા રહીને કરવામાં આવેલ .

Related Articles

Back to top button