गुजरात

ગુજરાતમાં આજથી આંશિક લૉકડાઉનમાં થોડી વધારે છૂટછાટ, જાણો શું ખૂલશે અને શું રહેશે હજી બંધ

ગુજરાતમાં આજથી એટલે 7મી જૂનથી કોરોના વાયરસને કારણે લાદેલા આંશિક લૉકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે ગુજરાતીઓને વધારે સંભાળવું પડશે. થોડી પણ બેદરકારી કે ગફલત ફરીથી મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. જેના કારણે સરકારની એસઓપી (SOP) સાથે જ આ છૂટછાટને માણવી આપણા માટે હિતાવહ છે. નોંધનીય છે કે, કોરોના સંક્રમણનાં આંકડા ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું, તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

આજથી શું ખૂલશે?

    • આજથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થશે જેમાં 100 ટકા કર્મચારીઓની હાજરી રહેશે. જોકે, વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. કોઇપણ વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવા રાજ્ય સરકારે આદેશ આપ્યા છે.
    • આ સાથે આજથી સરકારી તેમજ ખાનગી કચેરીઓ 100 ટકા કર્મચારીઓને બોલાવી શકશે.
    • રાજ્યમાં એસટી, સીટી બસ 50 ટકા પેસેન્જર સાથે શરૂ થશે જેમાં તમામે માસ્ક પહેરવું અનિવાર્ય છે.
  • આ ઉપરાંત આજથી તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ રખાશે.

Related Articles

Back to top button