गुजरात
કાળી ચૌદશના દિને કરો સાળંગપુરના હનુમાનજીના દર્શન, ચાંદીના હીરાજડિત વાઘામાં લાગી રહ્યા છે જાજરમાન
બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળીચૌદશ નિમિતે યજ્ઞ યોજાયો છે. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 400 લોકોએ મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો. ચાંદીના હીરાજડિત વાઘા સાથે ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત અને સમગ્ર ભારતના લોકો માટે પ્રાથના કરી હતી.
હિન્દૂ શાસ્ત્ર મુજબ ત્રણ રાત્રીનું ખૂબ મોટું મહત્વ છે. જેમાં શિવરાત્રી, કૃષ્ણ જન્મોત્સવ અને કાળીચૌદશની રાત્રી એને કાળરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના આ દિવસને પવિત્ર માનવામાં આવે છે. આજના આ દિવસે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિશેષ મારુતિ યજ્ઞ કરવામાં આવે છે. જેમાં છેલ્લા 23 વર્ષથી રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત આજના આ યજ્ઞમાં 400 લોકોએ લાભ લીધો હતો.