गुजरात

દિવાળીની ભેટ: સૌથી લાંબા 4.18 કિ.મી.ના સિક્સ લેન એલિવેટેડ કોરિડોરનું અમિત શાહ કર્યુ લોકાર્પણ, અમદાવાદથી ગાંઘીનગર વચ્ચેનું અંતર ઘટશે

અમદાવાદ: ગુજરાતના શહેરી વિસ્તારના સૌથી લાંબા 4.18 કિ.મી.ના ગોતા ફ્લાયઓવરથી સાયન્સ સિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉદ્દઘાટન કરશે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ બ્રિજ સોલા ભાગવત, કારગિલ, જનતાનગર, ઝાયડસ એમ 4 સૌથી વ્યસ્ત જંકશનને આવરી લે છે. આ બ્રિજને લીધે એસ.જી.હાઇ‌વે પર ટ્રાફિકની સમસ્યા હલ જશે.

36 મહિનામાં SG હાઈવે પર 6 ઓવરબ્રિજનું કામ પૂર્ણ

અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. સરખેજ-ગાંધીનગર હાઈવેનો બે વર્ષ પહેલા, 28 સપ્ટેમ્બર 2018માં શિલાન્યાસ કરાયો હતો. 2016માં સરખેજ હાઈવેના 6 હાઈવેને મંજૂરી મળી હતી. 6 ફલાઈઓવર માટે 867 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. 44.2 કિલોમીટરના હાઈવે પર 7 ફલાઈઓવર, 1 અંડરપાસ, 2 રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. 36 મહિનામાં SG હાઈવે પર 6 ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. 7માંથી એક ઓવરબ્રિજનું કામ બાકી છે. જેથી હવે સરખેજથી ગાંધીનગર 25 મિનિટમાં જ પહોંચી જવાશે. પહેલા ગાંધીનગર પહોંચવામાં 40થી 45 મિનિટનો સમય લાગતો હતો.

Related Articles

Back to top button