गुजरात

અમદાવાદઃ Diwaliને લઈને પોલીસનો એક્સન પ્લાન, આટલું ધ્યાન નહીં રાખો તો પસ્તાશો

અમદાવાદ: દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ સજ્જ છે. શહેર પોલીસ દ્વારા આ દિવસોમાં સુરક્ષાને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગ, નાકા પોઇન્ટ ઉપરાંત સી સી ટી વી કંટ્રોલ રૂમ દ્વારા પણ ભીડ વાળા સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવશે.

શહેર માં સુરક્ષા ની વાત કરીએ તો 200 જેટલા નાકા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. 78 હોક બાઈક, 90 PCR વાન, અને 130 જેટલી ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ અલગ અલગ સ્થળો પર સવાર સાંજ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અને જે પણ શંકાસ્પદ વાહન ચાલકો હોય છે તેમના સરસામાન તેમજ આઇડેન્ટી પ્રૂફ પણ તપાસવામાં આવી રહ્યા છે.

શહેર પોલીસ રિક્ષા ચાલક તેમજ ટેક્ષી ડ્રાઇવર ના પણ સતત સંપર્ક માં છે. જ્યારે વેકેશનમાં કેટલાક લોકો ઘર બંધ કરીને બહારગામ ફરવા માટે અથવા તો વતનમાં જતા હોય છે. તેવા લોકો એ તેમની વિગત અને કેટલા દિવસ માટે બહાર જવાના છે.

તેની વિગત પોલીસ આપવી જોઈએ જેથી પોલીસ આવા વિસ્તારો પણ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરશે. આ બાબત ને લઇને પોલીસ જે તે સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે મિટિંગ કરી ત્યાં સુરક્ષા વ્યવસ્થા ઊભી કરશે.

આ ઉપરાંત જે વિસ્તાર માં ખરીદી માટે ભીડ થાય તેવી શક્યતા ઓ છે તેવા વિસ્તારો માં હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવશે. હેલ્પલાઇન નંબર પ્રોવાઇડ કરવામાં આવશે. જ્યારે અલગ અલગ સી સી ટી વીના આધારે કંટ્રોલ રૂમમાંથી પણ મોનીટરીંગ કરવામાં આવશે.

જ્યારે પોલીસ દ્વારા મોલ અને મલ્ટીપ્લેક્સમાં વેકસીન સર્ટીફીકેટ માટે રેન્ડમ ચેકિંગ કરાશે.જેથી લોકો આવી ભીડવાળી જગ્યાએ જતા હોય તો તેઓએ હાર્ડ કોપી કે મોબાઈલમાં કોપી રાખવી આવશ્યક છે.

Related Articles

Back to top button