અમદાવાદ : કોવીડ કેર સેન્ટરમાંથી ભાગવા જઈ રહ્યો હતો સિરિયલ કિલર, સળિયા તોડી ફરાર થવાનો હતો પ્લાન

અમદાવાદ: સિરિયલ કિલિંગના મામલે થોડા સમય પહેલા એક આરોપીની એટીએસ એ ધરપકડ કરી હતી. વર્ષ 2019 મા ગુજરાત ATS એ સિરિયલ કિલરની ધરપકડ કરી હતી. અમદાવાદ માંથી સિરિયલ કિલર મદન નાયક નામના હત્યારા ની ધરપકડ થઈ હતી. આ મદન નાયક એ અમદાવાદ અને ગાંધીનગર માં અલગ અલગ 4 હત્યા ને અંજામ આપ્યો હતો. સિરિયલ કિલર ધરપકડ બાદ જેલમાં હતો અને તેનો કોરોના પોઝિટિવ આવતા સમરસ હોસ્ટેલ ખાતે સારવાર ચાલી રહી હતી. સીરીયલ કિલર મદન નાયક એ કોવિડ હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યારા મદન નાયકએ સાતમા માળેથી સળિયા તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમય સૂચકતા એ આરોપીને ઝડપી પાડી ગુજરાત યુનિવર્સિટી પોલીસે સિરિયલ કિલર પર ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો એવી છે ઓઢવ પોલીસસ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ એમ.આર.ઝાલાની સમરસ હોસ્ટેલ કે જે હાલ કોવિડ કેર સેન્ટર બનાવાયું છે ત્યાં ફરજ પર હતા. તેઓની સાથે અન્ય પીએસઆઇ અને સ્ટાફ હાજર હતો. ત્યારે હોસ્ટેલના સાતમા માળે કુલ 26 આરોપીઓ કેદી જાપતા હેઠળ હતા. દરેક રૂમમાં બે આરોપીઓને રાખવામાં આવ્યા હતા.