गुजरात

સુરત: કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા ત્રણ યુવાનોને થઇ 10 વર્ષની સખત કેદ

સુરત: શહેરમાં નવ વર્ષ પહેલા 13 વર્ષના કિશોર સાથે ત્રણ યુવાનોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતુ. ગુરૂવારે આ ત્રણેવ આરોપીઓને પોક્સો કેસોની વિશેષ અદાલતના જજ દિલીપ પી.મહીડાએ 10 વર્ષની સખ્ત કેદ અને 25 હજાર દંડનો હુકમ કર્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સજાનો નિર્દેશ કર્યો છે.

બાળકને ધમકાવીને કર્યું હતુ કૃત્ય

આ કેસની વિગતો જોઇએ તો, વર્ષ 2012ના વર્ષમાં સુરતમાં રહેતા 13 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કર્યાની ફરિયાદ થઇ હતી. જેમા સદ્દામ હુસેન શોકતઅલી શેખ (ઉ.27, રહે. ઉધના) અને રાકેશ દેવનારાયણ પોદ્દાર (ઉ. 27, રહે. ઉધના) 13 વર્ષીય કિશોરને રાત્રી દરમ્યાન ખાડી કિનારે લઇ જઇ બાળકની મરજી વિરુદ્વ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કર્યુ હતુ. આ વાતની ખબર મોહમંદ સમશેર જિક્કા વાજીદઅલી શેખને (ઉ.27રહે. ઉધના) થતા તેણે પણ બાળકને ધમકાવીને બાળકની મરજી વિરુદ્વ સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કર્યુ હતુ.

બાળકને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો

સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને કારણે કિશોરને પેટમાં દુખાવો અને મળ માર્ગે લોહી પડતા આ આખી ઘટના સામે આવી હતી. જે બાદ કિશોરની સારવાર પણ કરાવી હતી. આ અંગેની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા થઇ

સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતો પછી કોર્ટે ત્રણેવ આરોપીને જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2021 ની કલમ-3 (એ) 5 (જી) 4,6 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં દોષી ઠેરવ્યા હતા.

તમામ આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 25,000 રુપિયાનો દંડ અને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.

Related Articles

Back to top button