गुजरात

ઉનાઈ ગામનાં ૨૯ વર્ષીય યુવાન રાહુલ ભોય કોરોના સામે જંગ જીતી નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલ માંથી રજા મળી.

Anil Makwana

વાંસદા

રીપોટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી

ઉનાઈના ૨૯ વર્ષીય યુવાનનો વાંસદા કોટેજ માં તા.૨૮/૦૭/૨૦૨૦ ના સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જેને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જે બાદ યશફિન કોવિડ-૧૯ હોસ્પિટલમાં લેવાયેલ બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કોવિડ સેન્ટરમાં ૭” દિવસ કોરોન્ટાઇન કરાયા હતા.આરોગ્યમાં સુધારો જણાતા તા.૬/૦૮/૨૦ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટર માંથી ડિસ્ચાર્જ કરાતા મિત્ર મંડળમાં ખુશીનો માહૌલ છવાઈ ગયો હતો. રાહુલ ભોય ને મોં મીઠું કરાવીને ફૂલનો હાર પહેરાવીને મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button