ભુપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં, મહેસુલ વિભાગનાં લાંચિયા કર્મચારીઓ સામે લાલ આંખ
મહેસુલ વિભગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાથવા ભુપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સામાન્ય નાગરિકે જો મહેસુલ વિભગમાં કામ કરાવવું હોય તો લાંચ આપ્યા સિવાય કામ ન થાય તે છાપ પ્રજા માનસમાં બંધાઈ ગઈ છે, ત્યારે મહેસુલ વિભાગની આ છાપ દૂર કરવાં CM ભુપેન્દ્ર પટેલ ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ સરકાર એ મહેસુલ વિભગ રાજ્યકક્ષાની એક ખાસ ટીમ બનાવાનો નિર્ણય લીધો છે. જે ઓચિંતી જુદા જુદા જિલ્લાની મહેસુલી કચેરીઓની મુલાકાત લઈ નાગરિકોને પડી રહેલી હાલાકી સામે કર્મચારી/અધિકારી સામે લાલ આંખ કરશે.
જે માટે મહેસુલ મંત્રી રાજેન્દ્ર દ્વિવેદી એ મહેસુલ વિભગની તાબડતોબ બેઠક બોલાવી છે. 21 ઓક્ટોબરે યોજાયેલી આ બેઠકમાં મહેસુલ વિભગના અધિકારી/કર્મચારીઓ નાગરિકોનાં પ્રશ્નોને હકારાત્મક વલણ દાખવી નિરાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવશે.
આ નિર્ણય આવતા જ મહેસુલ વિભાગનાં લાંચિયા કર્મચારીઓનાં ગોરખધંધા બંધ થઇ જશે. અને પ્રજાને તેમનાં કામ કરવવા માટે કોઇને ખોટી રકમ નહીં ચુકવવી પડે કઅને તેમનું કામ સરળતાથી થઇ શકે
રાજેન્દ્ર દ્વેવેદીએ કહ્યું કે લાંચ માંગતો વીડિયો ઉતારી મોકલો અમે લઇશું કડક નિર્ણય
આ અંગે વાત કરતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર દ્વિવેદી એ જણાવ્યું હતું કે જો કોઈ મહેસુલ અધિકારી હોય કે પછી ત્યાંનો કોઇ સામાન્ય કર્મચારી કામ કરવા લાંચ માગતું હોય તો નાગરિકો તેનો વીડિયો ઉતારી મહેસુલ મંત્રીને મોકલી શકશે જેની સામે વિભાગ કડક માં કડક સજા કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.