गुजरात

ચારધામની યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ કેદારનાથમાં ફસાયા, રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ગાંધીનગર: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. ગુજરાતના અનેક યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્યનાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ અમે પરિસ્થિતિ તપાસી રહ્યા છે. ત્યાંના તંત્ર સાથે વાતચીત ચાલી રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી સાથે વાત કરીને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

*આ હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

‘સાંજ સુધી રસ્તા ખૂલવાની શક્યતા છે’

આ અંગે ગુજરાતના પ્રવાસન મંત્રી, પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે સરકાર તરફથી ત્યાંના તંત્ર સાથે વાત થઇ છે. એમણે છેલ્લા કહ્યું છે કે, છેલ્લા 48 કલાકથી ત્યાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ત્યાંના રસ્તા તૂટી ગયા છે. હાલ આ રસ્તાઓ પર કામ થઇ રહ્યુ છે. ગુજરાતના કેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા છે તે અંગેનો હાલ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. અમે ચોક્કસ આંકડો બપોર પછી જણાવી શકીશું. જો જરૂર પડશે તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પણ વાત કરીશું પરંતુ હાલ અમે પરિસ્થિતિ ચકાસી રહ્યા છે. ત્યાંના ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટે જણાવ્યુ છે કે, સાંજ સુધી રસ્તો ખુલી શકે છે.

Related Articles

Back to top button