गुजरात

ગીર: 10 વર્ષના બાળકે શિકાર બનાવવા જતા 14 ફૂટના અજગરને માર્યો માર, હિંમતભેર બચાવ્યો જીવ

ગીર: માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં દસ વર્ષના બાળકની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. બાળક રવિવારે જ્યારે સવારે ખેતરમાં રમતો હતો ત્યારે 14 ફૂટ લાંબા અજગરે (14 ft Python rescue) તેનો પગ પકડી તેનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાળકે બહાદૂરીપૂર્વક અજગરના મો પર મુક્કા મારી પોતાનો પગ તેના મોઢામાંથી છોડાવ્યો હતો. આ ઘટનામાં બાળકને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગેની જાણ થતા વનતંત્રએ 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

માળિયા તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષનો પુત્ર આશિષ ઘરની બહાર આવેલા પોતાના ખેતરમાં રમી રહ્યો હતો. ત્યાં અચાનક જ 14 ફૂટના અજગર આવી ચઢ્યો હતો. આ લાંબા અજગરને જોઇને દસ વર્ષનો આશિષ પહેલા ગભરાઇ ગયો પરંતુ પછી તેણે હિંમતપૂર્વક તેનો સામનો કર્યોહતો.

Related Articles

Back to top button