गुजरात

રાજકોટ: વિદ્યા નહિ વિવાદોનું ધામ, બે દિવસમાં બે વિવાદમાં સપડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ: સામાન્યતઃ યુનિવર્સિટીને વિદ્યાનું ધામ ગણવામાં આવે છે. પરંતુ રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે, વિદ્યાનું ધામ નહીં પરંતુ વિવાદોની યુનિવર્સિટી બની ગઈ હોઈ તે પ્રકારે એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસમાં બે જુદાજુદા વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મામલે સામે આવ્યા છે. થોડાક મહિનાઓ પહેલા માટીના ફેરા બાબતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ખુદ યુનિવર્સિટીના રજીસ્ટાર પદે રહેલા જતીન સોની વિવાદમાં સપડાયા હતા. ત્યારે મામલો હજુ તો ઠંડો નથી પડ્યો ત્યાં છેલ્લા બે દિવસમાં બે જેટલા વિવાદો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચાના ચકડોળે ચઢી છે.

વિવાદ નંબર 1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાર આધારીત 88 જેટલા અધ્યાપકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ભરતી પ્રક્રિયા ભલામણ પ્રક્રિયા બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યો તરીકે કાર્યરત હોય તેમના ગ્રુપના સ્ક્રીનશોટ સામે આવ્યા છે.

જે સ્ક્રીન શોટમાં ભાજપના નેતાઓ કે જે, હાલ સિન્ડીકેટ સભ્ય તરીકે કાર્યરત છે. તેઓ દ્વારા અધ્યાપકનું નામ તેમજ કયા વિભાગમાં તેમની નિમણૂક કરવાની છે તે બાબતે ગ્રુપમાં મેસેજ પણ કરવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button