ભુજ શહેરમાંથી બોગસ ડોક્ટર પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મહે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આરમોથલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ , ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન પંચાલ સાહેબ નાઓએ સુચના આપેલ કે હાલમાં વેશ્વીક મહામારી COVID 19 ( કોરોના ) ની બીમારી ફેલાયેલ હોય જેથી અત્રેના જીલ્લામા ડીગ્રી વગરના ( બોગસ ) ડોક્ટરોને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને આજરોજ મેપોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓને પશ્ચિમ કચ્છ , ભુજનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભીડનાકા બહાર દાદુપીર રોડ જવાના રસ્તે ડો.અરવિંદભાઇ મિસ્ત્રી નામના દવાખાનામાં અબ્દુલ ઉર્ફ ડો.ગફુરભાઇ ઇબ્રાહીમ ચૌહાણ નામવાળો ઇસમ કોઇપણ પ્રકારની માન્ય ડીગ્રી વિના પેશન્ટોને ઘણા સમયથી તપાસી તેઓની સારવાર કરી દવાઓ પણ આપી રહેલ છે તેવી બાતમી મળતા આ બાતમી મે પોલીસ અધિક્ષકશ્રીનાઓએ ભુજ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશન પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયા નાઓને આપતા તેઓએ તથા તાબાના માણસો તેમજ આરોગ્ય ખાતાના મેડીકલ ઓફીસરશ્રી ડો.ખેતાજી ભુરજી સોઢા હોદો – એમબી.બી.એસ . નોકરી – અર્બન હેલ્થ સેન્ટરનાઓને બોલાવી તેઓ તથા પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને પકડી પાડેલ અને મજકુર ઇસમને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ -૧૯ ના કોરોના રીપોર્ટ કરવા સારૂ મોકલાવી આપી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યહી કરી ગુનો દાખલ કરેલ હોય અને આ ગુનાની આગળની તપાસ શ્રી વી.આર ઉલ્વા પો.સબ ઇન્સ નાઓ ચલાવી રહેલ છે . પકડાયેલ આરોપીના નામ સરનામું : અબ્દુલ ઇબ્રાહીમ ચૌહાણ ઉવ ૬૦ રહેભીડનાકા બહાર , ઢેબા ફળીયુ ભુજ કબજે કરેલ મુદામાલેઃ ( ૧ ) મેડીકલ પ્રેક્ટીશના સાધનો તથા દવાઓ મળી કુલ મુદામાલ કિ.રૂ .૪,૯૫૪ / -ની મતાનો કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી .. ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયાનાઓની સાથે સાથે પો.સબ.ઇન્સશ્રી વી.આર ઉલ્વા તથા એએસઆઇ પંકજકુમાર કુશવાહા તથા નવીનભાઇ જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડ , તથા પુથ્વિરાજસિંહ જાડેજા , અનીરૂધ્ધસિંહ જાડેજા તથા રમેશભાઇ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા