गुजरात

સૌરાષ્ટ્રના યુવાન ક્રિકેટર અને ઈન્ડિયા U-19ના પૂર્વ કેપ્ટન અવીને હાર્ટ એટેક આવતા મૃત્યુ

રાજકોટ : સૌરાષ્ટ્રના યુવાન રણજી ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના અંડર-19ના પૂર્વ કપ્તાન અવી બારોટનું નાની વયે નિધન થયું છે. 29 વર્ષના અવી બારોટનું ગઈકાલે અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. અવી બારોટ બેટ્સમેન અને વિકેટ કિપર હતો અને તેનું મૃત્યુ હ્યદય રોગના હુમલાના કારણે થયું હોવાની માહિતી સામે આવી છે. અવી બારોટે સૌરાષ્ટ્ર અને હરિયાણામાંથી રણજીની મેચો રમી હતી. અવી બારોટનું 15મી ઑક્ટોબરના રોજ અવસાન થયું છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ‘સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અવીના અવસાનના સમાચારથી આઘાતમાં છે. તેણે સૌરાષ્ટ્ર માટે નોંધપાત્ર રમત રમી હતી. 15મી ઑક્ટોબરે અવીને એટેક આવ્યો હતો અને તેના કારણે તેનું અવસાન થયું છે.’

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે એક નિવેદનમાં જણાવ્યું કે ‘અવીના અકાળે અવાસનના સમાચાર ખરેખર દુ:ખદ સાથે આઘાતજનક છે. અવી એક સારો ટીમપ્લેયર અને ક્રિકેટર હતો. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. અવી ખૂબ મળતાવડા સ્વભાવનો અને સારો માણસ હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેના અવસાનથી આઘાતમાં છે. ‘

Related Articles

Back to top button