गुजरात
દશેરાના પાવન પર્વે CM ભૂપેન્દ્ર પટેલે કરી શસ્ત્ર પૂજા, ‘નિષ્ઠાથી જવાબદારી નિભાવીએ તો એ પૂજન જ છે’

ગાંધીનગર: આજે દશેરાના પાવન પર્વે ઘણાં વિસ્તારોમાં શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. શત્રુ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા માટે શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં અવી. સવારે 7.30 કલાકે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ અધિકારીઓ CMને મળ્યા હતા. આપને જણાવીએ કે, છેલ્લા 20 વર્ષથી આ પૂજા કરવામાં આવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.