गुजरात

દ્વારકા: અંધશ્રદ્ધાએ ત્રણ સંતાનોની માતાનો જીવ લીધો, વિજ્ઞાનજાથાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

દ્વારકા: ઓખા મઢીમાં અંધશ્રદ્ધાએ એક મહિલાનો જીવ લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરિણીતા પર વિધિ કરવામાં આવી હતી. જેમાં ભૂવાએ મહિલાને શરીર પર અસંખ્ય ડામ આપી સાંકળથી માર મારતા મહિલાનું મૃત્યુ થયું હતુ. ધાર્મિક વિધિના નામે મહિલાને પહેલાં તો ખંડેર જેવા મંદિરમાં પરિવાર જ લઇ આવ્યો હતો. જેમાં મેલું અને વળગાડ હોવાનું કહી તેને માર મારવામાં આવ્યો હતો જેના કારણે તનો જીવ ગયો છે. આ કેસમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

અંધશ્રદ્ધાએ 25 વર્ષની મહિલાનો લીધો ભોગ

દ્વારકા નજીક આવેલ ઓખા મઢી પાસે મેલડી માતાના મંદિરે ગઈકાલે એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે. જેના પડઘા આખા રાજ્યમાં પળ્યા છે. નવરાત્રિ દરમિયાન રમીલાબેન સોલંકી નામની મહિલાનું અંધશ્રદ્ધાના કારણે મોત નિપજ્યું છે. મહિલાનો પરિવાર મેલડી માતાના મંદિરે નવરાત્રીના આઠમા નોરતે આવ્યો હતો. ત્યારે રમીલાબેનને વળગણની વાત કરીને લોખંડને ગરમ કરી માર મારવામાં આવ્યો હતો. શરીરે ગળા, પગ સાથે શરીરના કેટલાક અન્ય ભાગોમાં પણ ડામ દેવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button