गुजरात

વડોદરા ચકચારી રેપ કેસમાં ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, વોન્ટેડ અશોક જૈનની પાલીતાણાથી ધરપકડ

વડોદરા: શહેરના ચકચારી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં (Vadodara college student rape case) ક્રાઇમ બ્રાંચે વોન્ટેડ સીએ અશોક જૈનની (CA Ashok jain) પાલીતાણાથી (Palitana) ધરપકડ કરી છે. અશોક જૈનને પાલીતાણાથી વડોદરા લાવવામાં આવશે. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે, ફરિયાદ નોંધાયા બાદથી જ તે ફરાર હતો.

રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો

28 સ્પટેમ્બરના રોજ આ કેસનો આરોપી અને પાવાગઢના મંદિરનો પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જુનાગઢથી ઝડપાયો હતો. જે બાદ 30મી સપ્ટેમ્બરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટેમાં વધુ રિમાન્ડ માટે માગણી કરતાં કહ્યું હતું કે, કેટલાક મહત્વના પૂરવાની તપાસ બાકી છે જેને લઈને આરોપીના રિમાન્ડ જરુરી છે. જે બાદ કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપતાં હવે બુધવારે સવારે 11 વાગ્યા સુધી રાજુ ભટ્ટ પોલીસ કસ્ટડીમાં છે. આ દરમિયાન સ્પાય કેમેરા, પીડિતા, કાનજી મોકરિયા અને અશોક જૈન સહિતના મુદ્દે આકરી પૂછપરછ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.

પોલીસના સોગંગનામામાં શું બહાર આવ્યુંં?

વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ મંડળમાંથી હાંકી કઢાયેલા રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી જ અશોક જૈન ફરાર હતો. દરમિયાન આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, 2 અથવા તા. 3 સપ્ટેમ્બરના રોજ પીડિતા ફ્લેટ પર(નિસર્ગ એપાર્ટમેન્ટ) ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું.

Related Articles

Back to top button