गुजरात

ભુજ: ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગાય માતા અંગે કરેલા નિવેદનથી માલધારી સમાજ લાલઘૂમ, જુઓ વિડિયો

ભુજ: અમુક દિવસો પૂર્વે ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા અમદાવાદ શહેરમાં ગાયો ન હોવી જોઈએ તેવા નિવેદન કરાતા કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ તેને વખોડી કાઢ્યું હતું. માલધારી સંઘ દ્વારા કલેકટર મારફતે આવેન્ડ પત્ર આપી ભાજપ પ્રમુખને માફી માંગવા કહેવાયું હતું. જો માફી નહીં માંગે તો માલધારી સમાજ રસ્તા પર ઉતરશે તેવી ચીમકી અપાઇ હતી.

ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માની 165મી જન્મજયંતિ નિમિતે કચ્છમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજયા હતા. ભુજના જ્યુબિલિ સર્કલ પર આવેલી તેમની પ્રતિમાને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ ભુજ નગરપાલિકા દ્વારા હાર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે કચ્છી ભાનુશાલી સમાજના આગેવાનો તેમજ ભુજ ભાનુશાલી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

ક્રાંતિવીર શ્યામજી કૃષણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પંડિતજીની જન્મજયંતિ નિમિતે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કચ્છી ભાષાના લેખકોની શ્રેષ્ટ પુસ્તકોને પારિતોષિક અપાયા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય તેમજ સાંસદ વિનોદ ચાવડા હાજર રહ્યા હતા.

બે દિવસ અગાઉ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કિસાનોની હત્યા બાબતે કચ્છ કિસાન કોંગ્રેસ દ્વારા કચ્છ કલેકટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર અપાયું હતું. કિસાન કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર 302ની કલમ લગાવવા તેમજ તેને જાહેરમાં ફાંસી આપવા માંગ કરાઇ હતી.

Related Articles

Back to top button