गुजरात

ગાંધીનગર મહાનગરપાલિકાનું પરિણામ: મતગણતરી શરૂ, ઓખા અન થરામાં ભાજપે ખોલ્યું ખાતુ

ગાંધીનગર: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. આ માટેની મતગણતરી સવારે નવ કલાકથી શરૂ થઇ ગઇ છે. આ પરિણામ ભાજપની સાથે સાથે કોંગ્રેસ ઉપરાંત આપ માટે પણ મહત્ત્વનું છે. પ્રજાએ કોની પર પસંદગી ઉતારશે તેની તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી જશે અને હકીકત સામે આવી જશે. ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર 56.24 ટકા મતદાન થયું હતુ. જેના માટે આજે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

પરિણામનું Live update

    • ગાંધીનગરની કુલ 44 બેઠકોમાંથી બીજેપીએ 15, કોંગ્રેસે 1 બેઠક પર વિજય મેળવી છે. જ્યારે આપ હજી સુધી ખાતુ ખોલાવી શકી નથી.
    • રાજકોટ-જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. શિવરાજપૂર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢમાં ગાબડું પડ્યું. અગાઉ એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

5 સ્થળોએ થશે મતગણતરી

ગાંધીનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે, મતગણતરી માટે 5 સ્થળોએ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. મતગણતરીના કેન્દ્ર તથા ક્યા વોર્ડના મત ક્યાં ગણાશે તેની વિગતો નીચે પ્રમાણે છે.

    • ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર-15 ખાતે વોર્ડ નં. 1 અને 2ના કુલ 42 EVMની મત ગણતરી
    • ITI, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 3 અને 4 માટે કુલ 48 EVMની મતગણતરી
      કોમર્સ કૉલેજ, સેક્ટર-15 ખાતે વોર્ડ નંબર 5 અને 6ના કુલ 47 EVMની મતગણતરી
    • સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેક્ટર 15 ખાતે વોર્ડ નંબર 7 અને 8ના કુલ 54 EVMની મતગણતરી
    • સરકારી કોલેજ, સેક્ટર 15 ખાતે વોર્ડ નંબર 9,10 અને 11ના કુલ 93 EVMની મત ગણતરી

સઘન પોલીસ બંદોબસ્ત

ગાંધીનગર મનપાની મતગણતરીમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 SP, 6 DySP, 11 PI, 50 PSI તેમજ 303 પોલીસ કોન્સ્ટેબલ, 119 મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 33 ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Related Articles

Back to top button