गुजरात

ટૂંક સમયમાં LRD ભરતીની જાહેરાત કરવામાં આવશે, દિવાળી પછી શારીરિક કસોટી

ગાંધીનગર: રાજ્યમાં અનેક ઉમેદવારે ખૂબ જ આતુરતાથી પોલીસ કોન્સ્ટેબલની ભરતી ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં 10,988 પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ એટલે કે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ ને નિયુક્ત કરવામા આવ્યા છે. જે બાદમાં એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ માટે અનેક ઉમેદવારો સોશિયલ મીડિયા માધ્યમથી LRDની ભરતી ક્યારે આવશે તેવો સવાલ પૂછી રહ્યા છે. આ મામલે હવે ખુદ આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ ભરતી ટૂંક સમયમાં યોજાશે તેમ જણાવ્યું છે.

IPS હસમુખ પટેલનું ટ્વીટ:

આઈપીએસ હસમુખ પટેલે આજે (ચોથી ઓક્ટોબર) એક ટ્વીટ કરીને લખ્યું છે કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.”

હસમુખ પટેલના ટ્વીટ બાદ અનેક ઉમેદવારો LRD ભરતીને લઈને તેમના ટ્વીટ પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં ભરતી પ્રક્રિયામાં અમુક સુધારા કરવાની તેમજ 2018-19ની ભરતીને લઈને પણ વાતો લખવામાં આવી રહી છે. સૌથી વધારે સજેશન શારીરિક કસોટી બાદ આઠ ગણા ઉમેદવારોને પાસ કરવાના નિયમને લઈને આપવામાં આવ્યા છે.

Related Articles

Back to top button