गुजरात

ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, હવે આ જરૂરી પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે સરકારી યોજનાનો ભાલ લેવા માટે  દેખાડવુ પડતુ આવકના પ્રમાણપત્રને ત્રણ વર્ષ માન્ય ગણવાનો નિર્ણય કર્યો છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીએ ગ્રામીણકક્ષાએ ઈગ્રામ વિશ્વગ્રામ કેંદ્ર પર તલાટી કમ મંત્રી પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર કઢાવવુ પડે છે. જેને લીધે લોકોને દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી હવે ઈ ગ્રામ વિશ્વ ગ્રામ કેંદ્ર પરથી અપાતા આવકના પ્રમાણપત્રની સમય મર્યાદા એકને બદલે ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી લોકોને હવે દર વર્ષે એકની એક પ્રક્રિયામાંથી પસાર નહીં થવુ પડે. રાજ્ય સરકારના આ નિર્ણય સંબંધે પંચાયત વિભાગે જરૂરી આદેશ બહાર પાડ્યો છે.

ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગઈકાલે 2,32,464 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  9  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2693 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 27506 નાગરિકોને  રસીનો પ્રથમ અને 33397  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  79443 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 80416 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ગઈકાલે 2,23,464 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,12,16,916  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Related Articles

Back to top button