गुजरात

અમદાવાદ : જો જો ટ્રેન ચૂકી ના જતા, આજથી ટ્રેનોના સમયમાં થયો ફેરફાર, જાણો રેલવેનો નવો સમય

અમદાવાદ : અમદાવાદ રેલવે ડિવિઝનનું નવું ટાઈમ ટેબલ 1 ઓક્ટોબર 2021 અમલમાં આવશે. અમદાવાદ ડિવિઝનથી દોડતી મોટા ભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે રેલવે સ્ટેશન પર આવતા પહેલા ટ્રેનો સમય ચેક કરી લે. મોટા ભાગની ટ્રેનોના સમયમાં ફરફાર કરવામાં આવ્યો છે એટલે પ્રવાસીઓની ટ્રેન છૂટી ન જાય..

અમદાવાદ રેલવે ડિવિઝનના સિનીયર પીઆરઓ જીતેન્દ્રકુમાર જયંતે જણાવ્યું કે રેલવે દ્વારા 1 ઓક્ટોબરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યા છે. ત્યારે અમદાવાદ ડિવિઝન અને અમદાવાદ સ્ટેશનથી ઉપડતી અને આવતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયા છે. ત્યારે પ્રવાસીઓને વિનંતી છે કે યાત્રા શરૂ કર્યા પહેલા ટ્રેનનો સમય ચેક કરી લે.

અમદાવાદ સ્ટેશનથી ઉપડનાર ટ્રેનો

– ટ્રેન નંબર 09031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 10:55 કલાકને બદલે 10:50 કલાકનો રહેશે

– ટ્રેન નંબર 09221 અમદાવાદ-જમ્મુ તાવી સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 11:10 કલાકને બદલે 11:05 કલાકનો રહેશે

– ટ્રેન નંબર 09222 જમ્મુ તાવી – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશન પર આવવાનો સમય 13:40 કલાકને બદલે13:45 કલાકનો રહેશે.

– ટ્રેન નંબર 09402 હિંમતનગર – અસારવા સ્પેશિયલ ટ્રેન- હિંમતનગરથી ઉપડવાનો હાલનો સમય 05:30 કલાકને બદલે 06:00 કલાકનો રહેશે.

– ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર સ્પેશિયલ ટ્રેન- અસારવા સ્ટેશનથી 19.00 કલાકને બદલે 19:10 કલાકે ઉપડશે

Related Articles

Back to top button