गुजरात

‘છેલ્લા 10 વર્ષમાં 40થી ઓછી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20% વધ્યું’

આમદાવાદ: આજે, 29મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હ્યદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. આ સંદર્ભે ડોકટર જયલ શાહે ) જણાવ્યું હતું કે, એક અભ્યાસ પ્રમાણે, 90ના દશકમાં જોવા મળતા હાર્ટ અટેકના પ્રમાણ કરતા છેલ્લા 10 વર્ષમાં 40થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે. અગાઉ 50થી 60ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા. પરંતુ હાલ 30થી 40ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

યુવાનોમાં હાર્ટ એટેક આવવા પાછળ આ પરિબળો જવાબદાર

યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ ડોકટર જયલ શાહ યુવાનોમાં હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.તેમના મતે યુવાનોમાં કામનું ભારણ, સ્ટ્રેસ, કારકિર્દીને લગતી ચિંતા,ખોરાકની અનિયમિતતા, મેદસ્વીપણુ,અપૂરતી ઉંધ પણ હાર્ટ અટેકને નોતરતા હોવાનું અનુમાન છે.

એક દર્દીને 26 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટએટેક

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના 26 વર્ષના યોગેશભાઇ પંચાલને હાર્ટ એટેક આવ્યો હતો.જોકે, સમયસર યુ. એન. મહેતામાં સારવાર મળી ગઈ હતી. ડોકટર જયલ શાહ અને તેમની ટીમ દ્વારા યોગેશભાઇની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. જેમાં હ્યદયની ડાબી બાજુની આર્ટરીમાં થયેલા 100 ટકા બ્લોકેજને દૂર કરી તેને નિયંત્રિત કરવા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું.

Related Articles

Back to top button
preload imagepreload image