गुजरात

અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને…

અમદાવાદ: અમદાવાદ શહેર માં સગીરા સાથે છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં એકલતા નો લાભ લઈને આરોપી સગીરા ના ઘર માં ઘુસી ગયો અને તેણે બોલાવીને બાથમાં લઇ કિસ કરી. જો કે સગીરાના દાદીનો અવાજ સાંભળતા જ આરોપી રફુચક્કર થઈ ગયો. સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસએ ફરિયાદ નોંધી છે.

વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ નોકરીએથી પરત ફરી ત્યારે તેની દાદીએ તેમને જણાવ્યું હતું કે પડોશમાં રહેતો યુવક રાત્રિ દરમિયાન ઉપરના ભાગે થી તેમના ઘરમાં આવ્યો હતો. અને ફરિયાદીની દીકરીને ઉપર બોલાવી હતી.

જો કે તેમના મકાનની સામે રહેતા એક વ્યક્તિ જોઈ જતા તેમણે આ બાબત ની જાણ ફરિયાદી ના દાદી ને કરી હતી. જેથી તેઓ ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેમની સગીર દીકરી રૂમ માંથી બહાર આવી.

જો કે રાત્રે ઉપર જવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે પડોશમાં રહેતા આરોપી યુવક એ દસેક દિવસ પહેલા તેની પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. બાદ માં બંને જણા મોબાઈલ પર વાતચીત કરતા હતા. જો કે બનાવના દિવસે રાત્રે આરોપી સગીરાના ઘરમાં આવ્યો હતો અને સગીરાને ફોન કરીને ઉપરના માળે બોલાવી હતી.

સગીરા ઉપર જતા આરોપીએ તેણે બાથમાં પકડી કિસ કરીને પ્રેમ કરવા માટે દબાણ કરતો હતો. જો કે દાદીનો અવાજ આવતા જ તે રફુચક્કર થઈ ગયો હતો.

આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર હોય કે પછી રાજ્ય નાની બાળાઓથી લઈને મહિલાઓ સુધી તેમની છેડતી થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે.

Related Articles

Back to top button