गुजरात
ભુજ તાલુકાના નાના વરનોરા ગામેથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ ભુજ
ભુજ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
- પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભુજથી નાના વરનોરા ગામ તરફના રસ્તે નાના વરનોરા ગામથી આગળ ઝીકડી ગામ તરફ જવાના રસ્તે એક ઇસમ પોતાના હાથમાં કપડામાં વીટાળેલ કંઈક શંકાસ્પદ વસ્તુ લઈને જતો જોવામાં આવતા મજકુર ઇસમને રોકી તેનું નામ – ઠામ પુછતા પોતે પોતાનું નામ રજાક સ / ઓ કરીમ મંધરીયા ઉ.વ. ૨૯ રહેવાશી ગામ બોલાડી તા.ભુજ વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમની ઝડતી તપાસ કરતા તેના કબ્બામાંથી એક હાથ બનાવટની દેશી બંદુક કિ.રૂ .૧000 / – વાળી મળી આવેલ તેમજ આ દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવું પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનું જણાવતા મજુકર ઇસમ વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય તપાસ અર્થે માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .