ભચાઉ નગરપાલિકા દ્વારા હનુમાનધામ માં 7100 વૃક્ષો નું મિયા વાકી પધ્ધતી થી નમોવન બનાવાયું
ભચાઉ SRP ગ્રુપ -16 ના સહયોગ દ્વારા મિયાવાકી પદ્ધતિ થી વૃક્ષો નું વાવેતર કરાયું અને પણ જતન કરાશે
ભચાઉ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસને લઈને દેશ આખા ભારત માં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ભચાઉ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં વિવિધ કાર્યક્રમો થયા જેમાં આજે 7100 વૃક્ષોનું નમોવન મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે .
જેમાં આજ રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભચાઉના મોડલ સ્કૂલ ની બાજુમાં આવેલા મહાવીર હનુમાન ધામ મધ્યે આજે ભચાઉ નગરપાલિકા દ્વારા અને એસઆરપી ગુપ -16 માર્ગદર્શન હેઠળ 7100 જેટલા વૃક્ષોનું આજે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા , ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી , અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું 7100 વૃક્ષોના નમો વનમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા
વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ વિનોદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સાથે ભયાઉ નગરપાલિકાના અધ્યક્ષ કલાવતીબેન ઉમિયાશંકર ભાઈ જોશી ભચાઉ નગરપાલિકા પપુ , પંકજ મુની , વિપુલભાઇ સાસ્ત્રી , શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા ભાજપ પ્રદેશના અરજણભાઈ રબારી જિલ્લા ભાજપના દેવજી ભાઈ આહીર , ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા , નરેન્દ્રસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા , ભરતભાઈ શાહ , અશોક સિંહ ઝાલા ચમનભાઈ કંસારા , વાઘજીભાઈ છાંગા , નરેન્દ્ર દાન ગઢવી , ઉમિયા શંકરભાઈ જોશી , માવજીભાઇ ગુસાંઇ , ભરતસિંહ નટુભા જાડેજા , કરમશીભાઇ ચોહાણ , નાગજીભાઇ રબારી , વિમળાબેન સામળીયા , દમયંતીબેન પ્રજાપતી , રામભાઇ પટેલ , પરેસ ઠકકર , આઇ. જી. જાડેજા , રાજેદ્ર ઠકકર તેમજ મહિલા મોરયાના બહેનો અને શહેર તાલુકા અને જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
કાર્યક્રમનું સફળ સંચાલન વિકાસભાઇ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું ભચાઉ નગરપાલિકાના એસ ડી ઝાલા અશ્વિનભાઈ ઠક્કર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહૅમત ઉઠાવવામાં આવી હતી