गुजरात

ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી ( બેઝઓઇલ ) નો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભચાઉ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પુર્વ કચ્છ ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વકચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબનાઓ તરફથી જિલ્લામાં બાયોડીઝલ નો ગેરકાયદેસર રીતે સંગ્રહ / વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ સા.શ્રી તેમજ એલ.સી.બી.ની ટીમ ગેરકાયદેસર રીતે બેઝઓઇલના વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન એલ.સી.બી.ની ટીમ ભચાઉ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે વખતે બાતમી હકીકત મળેલ કે ભચાઉ ભુજ રોડ . રેલ્વે ફાટક આગળ મામાદેવ મંદિરની બાજુમાં આવેલ સી – ઓઇલ નામની બંધ એરંડા ઓઇલ મિલના કમ્પાઉન્ડમાં ટેન્કરમાં પેટ્રોલીયમ પ્રવાહી ( બેઝઓઇલ ) ભરેલ અને જે બેઝઓઇલ અન્ય ટેન્કમાં ભરવાની પેરવી કરી રહેલ છે જે આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી ( બેઝઓઇલ ) નો જથ્થો મળી આવેલ હોય આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી.ભચાઉનાઓ સાથે રાખી ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અર્થે ભચાઉ પો.સ્ટે . ને સોંપવામાં આવેલ છે .

જવલનશીલ પ્રવાહી વેચાણ કરતો ઇસમ :

( ૧ ) દુધનાથ રામપ્રસાદ રાજભર ઉ.વ .૪૫ રહે.રમણા તા.જાલપુર થાના ચોલેપુર જી.વારાણસી ઉત્તર પ્રદેશ

( ૨ ) તુલશારામ લુમ્બારામ બશ્નોઇ ઉ.વ ૪૨ રહે હમાગડા તા.શીવલવાના જી.જાલોર રાજસ્થાન

( ૩ ) લછમણરામ ચેનારામ ચૌધરી ઉ.વ .૩૦ રહે.બાછડાઉબાછડા ) બાડમેર રાજસ્થાન

( ૪ ) જોગારામ રાવતારામ ચૌધરી ઉ.વ .૨૨ રહે.બલીયારા કી ઢાણી બાછડાઉ ( બાડા ) બાડમેર રાજસ્થાન

સીઝ કરેલ મુદ્દામાલ : – પેટ્રોલીયમ પ્રવાહી ( બેઝઓઇલ ) ૧૦૩૧૨૦ કે.જી. કિ.રૂ .૬૭,૦૨,૮૦૦ / – ટેન્કર નંગ -૪ કી.રૂ .૪૦,૦૦,૦૦૦ / -મોબાઇલ ફોન નંગ -૪ કિ.રૂ .૪૦,૦૦૦ / કુલ કિ.રૂ. ૧,૦૭,૪૨,૮૦૦ /

આ કામગીરીમાં નાયબ પોલીસ અધીક્ષક કેજી.ઝાલા સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.એન , સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .

Related Articles

Back to top button