ઘરેલુ હિંસાના કાયદા તળે થયેલ ફરિયાદમાં સાસુ – સસરાને આગોતરા જામીન ઉપર મુકત કરતી ગાંધીધામ એડીશ્નલ કોર્ટ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આ કેસની હકિકત એવી છે કે કિડાણા ગામે રહેતા શેરબાનું વા / ઓફ અહેમદ કાદરી નાં નિકાહ અંજાર મધ્યે અહેમદ હુસૈન સાથે થયેલા હતા અને સાસરે રહયા બાદ પતિ અહેમદ હુસૈન તથા જેઠ તથા સસરા હુસૈનમિયા રજાકમિયા સાસુ ફાતુનબીબી દ્વારા ફરિયાદીને માનીસક શારિરીક ત્રાસ આપતા હોવાનું આક્ષેપો કરી તેમજ સસરા પોતાને શારિરીક અડપલાઓ કરી છેડછાડ કરે છે તેવા આક્ષેપો વાળી ફરિયાદ ફરયાદી દ્વારા આદિપુર મુ.પો.સ્ટે.માં નોંધાવેલ હતી જે ફરીયાદ અનુસંધાને આદિપુર મ.પો.સ્ટે.ને વિવિધ કલમો તળે પતિ અહેમદ હુસૈન સહિત સાસુ – સસરા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ ધપાવેલ . દરમ્યાન સદરહુ આક્ષેપો તદન ખોટા હોઈ સસરા હુસૈનમિયા રજાકમિયા તથા સાસુ ફાતુનબીબીને એડીશ્નલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દરમ્યાન ગાંધીધામના વકીલશ્રી ભાવિન જે.જોષી દ્વારા દલીલો કરવામાં આવી હતી . જે દલીલો માનય રાખી ગાંધીધામના એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવેલ છે .
આ કેસમાં આરોપી તરફે ગાંધીધામનાં વકીલશ્રી ભાવિન જે.જોષી રોકાયેલ હતા .