અમદાવાદ : ડ્રગ્સ મામલે એટીએસની તપાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ : પોરબંદર દરિયામાંથી પકડાયેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાંથી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ અલગ સમયે 1 હજાર કિલોથી વધુ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. ભારતમાં પણ અગાઉ એક આરોપી મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ગુજરાત એટીએસે દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પકડાયેલ આરોપી ઇબ્રાહિમ બક્ષીએ અલગ-અલગ 5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી ઇબ્રાહિમ છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધું હેરોઇન અલગ અલગ સમયે 5 દેશોમાં સપ્લાય કર્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં આફ્રિકાના દેશો સહીત તાન્જાનિયા, જાંજીબાર, યમન, મસ્કત દેશોમાં હેરોઇન સપ્લાય કર્યું હતું. આરોપી ઇબ્રાહિમ ભારતના કોંચિનમાં પણ આવી ચૂક્યો હોવાથી ડ્રગ્સનું ત્યાં પણ સપ્લાય કર્યું હોવાની ગુજરાત એટીએસને શંકા છે. પરતું 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં ભારતમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યાં હોવાનું કહી રહ્યાં છે.
ગુજરાત એટીએસની ગિરફતમાં રહેલ 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસે વિશ્વભરમાં ડ્રગ્સનો જથ્થો હેરાફેરી કરાવતા હોય છે. પકડાયેલ ઈરાનીઓએ કબૂલાત કરી છે કે ઈરાનનાં કોનારક પોર્ટ અને તેની આસપાસ બંદરોથી ઈરાન દરિયાઇ સીમામાંથી 90 નોટિકલ માઈલ પર પહોંચી જતા હતા. બાદમાં બે દિવસ દરિયામાં માછીમારો ખેડે. બે દિવસ બાદ પાકિસ્તાની બોટ ત્યાં પહોંચી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્રારા ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને બોટમાં આપી દેતા હતા. આ પછી ઈરાનીઓને કેરિયર બની દેશભરમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો. આ કેસમાં પાકિસ્તાનના ગુલામનું નામ સામે આવ્યુ છે. જે દિશામાં પણ તપાસમાં કરવામાં આવી છે.