ગુજરાત રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની શુભેચ્છા મુલાકાત યોજાઈ : ગુજરાત પત્રકાર સંઘ અમદાવાદ
Anil Makwana

ગાંધીનગર
તાજેતરમાં તા-23-09-21ને ગુરુવાર ના રોજ 3-30કલાકે. સી.એમ. કાર્યાલય, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની અભિનંદન પાઠવવા શુભેચ્છા મુલાકાત ગુજરાત પત્રકાર સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી બી.આર.પ્રજાપતિ દ્વારા લેવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાત લેખિત પત્ર સાથે ગુજરાત પત્રકાર સંઘ ના પાક્ષિક ગુજરાત જર્નલ ના પ્રકાશન અંગે મુખ્ય મંત્રીશ્રીને માહિતી આપી હતી તથા દૈનિક વર્તમાન પત્રના સિનીયર સિટીજન પીઢ પત્રકારો કે જેઓ 20 થી 25વર્ષ અખબારો માં પત્રકાર તરીકે કાર્યરત રહ્યા હોય તેઓને અન્ય રાજ્યના ધારા ધોરણ મુજબ પેન્શન તથા અન્ય લાભો આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ અગાઉની પેન્ડિંગ માંગણી અંગે મુખ્ય મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તથા ગુજરાત પત્રકાર સંઘનું વર્તમાન કાર્યાલય જે લાઇન દોરીમાં કપાત માં જાય છે ત્યારે આ કાર્યાલયને બદલે અન્ય જગ્યાએ નવું કાર્યાલય ફાળવી આપવા માટે નો પ્રશ્ન ગુજરાત સરકાર સમક્ષ છેલ્લા ત્રણ વર્ષથી અટવાયેલો છે તો વહેલી તકે તેનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી.
સદર શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખશ્રી બી.આર.પ્રજાપતિ સાથે ઉપપ્રમુખ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ. સહ મંત્રી જગદીશભાઈ મેવા. તથા ગુજરાત જર્નલના મેનેજિંગ એડિટર વિજયવીર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પ્રમુખશ્રી બી.આર.પ્રજાપતિ, અને હાજર રહેલ હોદ્દાદારો, પ્રમુખશ્રીની આગેવાની હેઠળ રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના અન્ય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રીશ્રી જીતુ વાઘાણી, મંત્રીશ્રી રુષિકેશ પટેલ, તથા મંત્રીશ્રી પૂર્ણેશ મોદીની, શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.