गुजरात

ગુજરાતમાં PMJAY-MA કાર્ડ મેગાડ્રાઇવ: જાણો ‘ગ્રીન કોરિડોર’ દ્વારા દર્દીઓ માટે કેવી હશે વ્યવસ્થા

અમદાવાદ : રાજ્યમાં PMJAY-MA કાર્ડ માટે મેગાડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિ:શુલ્ક મળી રહે તે માટે PMJAY-MA કાર્ડના લાભર્થીને લાભાન્વિત કરવા સરકાર દ્વારા ૩થી ૪ મહિના મેગાડ્રાઇવ ચલાવવામાં આવશે. આ મેગા ડ્રાઇવમાં રાજ્યના નગરો-મહાનગરો, ગ્રામ્ય સ્તરે સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે પણ નાગરિકોને PMJAY-MA કાઢી આપવામાં આવશે.

આ માટે અલગ વ્યવસ્થા કરાઇ

સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA કાર્ડ અંતર્ગત સ્વાસ્થય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે હોસ્પિટલના પ્રવેશદ્વાર/ઓ.પી.ડી. ખાતે કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાત પણે કાર્યરત કરીને દર્દીઓને મુંઝવતા પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થી માટે અલગ કેસ બારી, અલગ રજીસ્ટ્રેશન સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

આરોગ્ય મિત્રની પણ નિમણૂંક કરાશે

લાભાર્થીઓને હોસ્પિટલ ખાતેના પ્રવેશથી લઇ સારવાર બાબતે PMJAY-MA યોજનાને પ્રાધાન્યતા અપાય તથા વધુના વધુ લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે ઓરાગ્ય મિત્રની નિમણૂક કરવામાં આવશે. આ આરોગ્ય મિત્ર દર્દી દાખલ થાય ત્યારથી લઇ ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાશે.આ કાર્ડથી લાભાર્થીઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ , સુવિધાઓ, દવાની બારી અથવા લેબોરેટરી તથા અન્ય જગ્યાઓએ પણ તાત્કાલિક સેવા મળી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Related Articles

Back to top button