गुजरात

કોંગ્રેસ ધારાસભ્યોની ઉઠી માંગ, નવા વિપક્ષ નેતા જાહેર કરવામાં આવે: ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ : ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીથી લઇ નવા મંત્રીમંડળમા મોટા ફેરફાર થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમા પણ પરિવર્તનની માંગ ઉઠી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ એક સુર વ્યક્ત કર્યો હતો કે, નવા વિપક્ષ નેતા કે નવા પ્રમુખ જાહેર કરવા હોય તો ઝડપથી કરવામાં આવે અથવા દિલ્હી હાઇ કમાન્ડ પરેશ ધાનાણી અને અમિત ચાવડાને યથાવત્ રાખવા હોય તો પણ દિલ્હી હાઇ કમાન્ડ જાહેરાત કરવી જોઇએ. કોંગ્રેસની અનિર્ણિાયકતા કાર્યકર્તા અને ધારાસભ્ય અસમંજસમાં મુકાયા છે.

“હાલ કોંંગ્રેસ પાર્ટી માટે સારો દિવસ”

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે  સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ગઇ કાલે કોંગ્રેસ ધારાસભ્યની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. ધારાસભ્ય એક માંગ ઉઠી છે જો પરિવર્તન કરવું હોય તો ઝડપથી કરી દેવામા આવે. હાલ કોંગ્રેસ પાર્ટી માટે સારો સમય છે. નવી સરકારના બિન અનુભવી મંત્રીઓ અને કોરોના કારણે સરકારની છબી ખરડાઈ છે. જેનો લાભ કોંગ્રેસ આવનાર 2022 ચૂંટણીમાં મળી શકે છે. જનતાની નારાજગીને લાભ માટે પહેલા કોંગ્રેસ મજબુત થવું પડશે. કોંગ્રેસ મજબૂત બનાવવા માટે સારા કેપ્ટનની જરૂર છે. કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડની અનિર્ણાયકચા ગુજરાત કોંગ્રેસને મોટુ નુકશાન થઇ શકે છે. ગુજરાતમા કોંગ્રેસ તરફી જનતાનો જુકાન શક્ય છે પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ નેતૃત્વ કોઇ મોટો નિર્ણય લઇ ગુજરાતમા પરિવર્તન જરૂરી છે.

Related Articles

Back to top button